લાલની બાધા
(સંગીતા ભટ્ટ)
એ લાલ આ છે તારી ટપાલ
સરનામુ છે ખોટું, સર્કલ કર્યુ છે લાલ.
બેગમાંથી લાલ ગુલાબ, સિંઘ ને છે લાલ ગુલાબ
કાંટા તારા છે ગુલાબ, રક્ત અમારા બેહિસાબ.
સરદાર તો છે લોહ પુરુષ,
લાલ પરવાળા લહેર,
મંગળ પર જઈને થા ખુશ.
ઈસુ ને ધોળું પસંદ, લાલ નિકળી પડે અંગ - અંગ,
લાલનું, કાળાનું છે દબાણ,
વાદળી થાય તો દુનિયા પરેશાન.
લાલ ના પારણા, શ્યામની મોરલી,
સેંથિ રોળી, પેશાની તોડી, મોઢા મચકોડી,
લાલ આવી તારી લીલા છે ખોટી.
કિલ્લો છે લાલ, મસ્જિદ લાલ, ચિના છે લાલ, ઝુલા પણ લાલ?
નથી કોઇ રાણી કે બાદશાહ, તોય દરવાજો લાલ?
મરચા તારા લાલ, ગરમ થાય તો લાલ, વાઢ-કાપ કરે તો લાલ,
દિલ ધડકે તો લાલ, લોહી વહે તો લાલ, શરમ આવે તો લાલ.
લડે તો લાલ, પડે તો લાલ, ટોણાં-ટુચ્કા કરે તો લાલ.
તરબૂચ લાલ, દાઢમ લાલ, બીટ લાલ, ટામેટૂં લાલ.
સ્ત્રી નો સિંગાર લાલ, સ્ત્રીઓની, પુરુષોની મુસીબત લાલ.ઉગેતો લાલ, આથમેતો લાલ.
ડેન્જર લાલ, સ્ટોપ લાલ, એગ્ઝિટ પણ લાલ.
ટેપ છે લાલ, થાય સાલોં સાલ.
જેના થાય હાલ, તે પણ કહે,
તારી બાધા પણ લાલ.